શું તમે બાળકોને પક્ષીઓ અને પ્રકૃતિ સાથે જોડવા માટે વિવિધ સાહિત્યની શોધમાં છો? અહીં અમે કેટલીક સાહિત્ય સામગ્રી આપેલી છે. આ સાહિત્ય વર્ગખંડનાં વિદ્યાર્થીઓ, વ્યક્તિગત અથવા ગ્રૂપમાં રમવા માટે યોગ્ય છે. નિ:સંકોચ ડાઉનલોડ કરો અને સારા ઉપયોગમાં મૂકો.
પક્ષીઓ દ્વારા બાળકોને પ્રકૃતિ સાથે જોડવા અમે શૈક્ષણિક સાહિત્ય, તાલીમ, અને વર્ગખંડની બહાર ખુલ્લા વાતાવરણમાં થતી વિવિધ પ્રવૃતિઓ માટે સગવડ આપીએ છીએ. અમારા સંસાધનોનો ઉપયોગ કરીને અથવા ખરીદી કરીને, તમે માત્ર ભારતમાં સંરક્ષણની શૈક્ષણિક પ્રવૃતિઓને ટેકો નથી આપતા પરંતુ પક્ષી / પ્રકૃતિનાં સતત વિકાસશીલ નેટવર્કનો એક ભાગ બનો છો.
અમે ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, અને અથવા ઇમેઇલ પર તમારા પ્રતિસાદની રાહ જોઈશું. આભાર!
બર્ડ સર્વાઇવર – ગેમ
બહારનાં ખુલ્લા વાતાવરણમાં બાળકોનાં ગ્રૂપ માટે યોગ્ય છે, આ રમત ગમે ત્યાં રમી શકાય છે અને પક્ષી વર્તણૂક અને જીવનચક્રની ઝલક આપે છે, ખેલાડીઓને ખ્યાલ આવશે કે પક્ષી બનવામાં કેટલી મુશ્કેલી છે!
આપણી આસપાસનાં પક્ષીઓ
ભારતમાં આપણી આસપાસ જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.
જલપ્લાવિત વિસ્તારનાં પક્ષીઓ
ભારતનાં જલપ્લાવિત વિસ્તારમાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.
વન-વગડાનાં પક્ષીઓ
ભારતનાં વન વગડામાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.
ઘાસિયા મેદાન અને ખેતરોની આસપાસનાં પક્ષીઓ
ભારતનાં ઘાસિયા મેદાન અને ખેતરોની આસપાસ જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.
માનવ વસવાટ આસપાસનાં પક્ષીઓ
ભારતમાં રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં. અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.
